Mafat Plot Yojana Form: મકાન માટે મફત પ્લોટ યોજના, ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો
Mafat Plot Yojana Form : ગુજરાત સરકાર દ્વારા 1972થી ‘મફત પ્લોટ યોજના’ અમલમાં છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો અને કારીગરોને 100 ચોરસ વાર સુધીના રહેણાંક પ્લોટ નિ:શુલ્ક ફાળવવાનો છે, જેથી તેઓ પોતાનું ઘર બનાવી શકે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનુ અમલીકરણ કરવામા આવે છે. મફત પ્લોટ યોજના ફોર્મ કયાથી મળશે અને કયા ભરીને આપવાનુ તેની માહિતી મેળવીએ.
Mafat Plot Yojana Form યોજનાની મુખ્ય વિગતો:
- લાભાર્થીઓ: ગ્રામીણ વિસ્તારોમાં રહેતા, ગરીબી રેખા નીચે (BPL) નોંધાયેલા, જમીન વિહોણા ખેત-મજૂરો અને કારીગરો.
- પ્લોટનું કદ: મહત્તમ 100 ચોરસ વાર, પરંતુ 50 ચોરસ વારથી ઓછું નહીં.
મફત પ્લોટ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે
ગુજરાત સરકાર દ્વારા ગરીબો ને મફત પ્લોટ યોજના હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:
- લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
- અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
- જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
- અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
- ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.
01/05/2017ના રોજ થયેલ ઠરાવની પ્રસ્તાવનાની જાણકારી
ઠરાવ : ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘર વગરના કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા ઉદેશથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ ફ્રી આપવાની આ સ્કીમમાં નીચે મુજબના સુધારા સુધારાઓ/ફેરફાર કરવાનું કાળજીપૂર્વકની વિચારણાના અંતે આથી ઠરાવવામાં આવે છે.
સામાજિક-નાણાકીય અને જાતિ આધારિત ગણતરી-૨૦૧૧ (SECC)ની મોજણીની માહિતીને આધારે રાજ્યમાં ઘર વિહોણા કુટુંબોને ઘર સહાયની યોજનામાં આવરી લેવા તેમજ તાજેતરમાં પીએમ આવાસ યોજના અમલમાં આવનાર હોય તેમજ રાજ્ય સરકારની વિવિધ હાઉસિંગ યોજનાઓમાં અથવા અન્ય રીતે ઘર વિહોણા કુટુંબો પ્લોટ ફાળવવાની જરૂરિયાતો ધ્યાને લઇ ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને ઘર બાંધકામ માટે રહેણાંકના ફ્રી પ્લોટ આપવાની યોજનામાં ઘરથાળના નિશુલ્ક પ્લોટ ફાળવણી અલગ અલગ જોગવાઈઓ અંગે જરૂરિયાતલક્ષી વિચારણા કરી સર્વગ્રાહી સુધારાઓ કરવા માટેનો ઠરાવ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા મુજબ હતી.
જરૂરી ડોક્યુમેન્ટ
મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:
- મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- BPL કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- SECC ના નામની વિગત
- બેંક પાસબુક
મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રોસેસ
મફત પ્લોટ ની આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી કોઈ ભૂલ વગર ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે. ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે.
મહત્વપૂર્ણ નોંધ: આ યોજના હેઠળ પ્લોટ ફાળવણી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે, સરકાર દ્વારા સમયાંતરે સુધારાઓ કરવામાં આવ્યા છે. યોજનાની વધુ માહિતી અને નવીનતમ સુધારાઓ માટે, સત્તાવાર વેબસાઇટ અથવા સ્થાનિક પંચાયત ઓફિસનો સંપર્ક કરવો. યોજનાના લાભ અને અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે, તમે તમારા ગામના તલાટી કમ મંત્રી અથવા તાલુકા પંચાયત ઓફિસનો સંપર્ક કરી શકો છો.
Post a Comment